Skip to main content

Featured

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

Tapi|Vyara: વ્યારા મથકે જિલ્લા કક્ષાની “મહિલા સુરક્ષા” રેલી યોજાઇ

  નારી વંદન સપ્તાહ ઉજવણી-2024

Tapi|Vyara: વ્યારા મથકે જિલ્લા કક્ષાની “મહિલા સુરક્ષા” રેલી યોજાઇ

નારી વંદન ઉત્સવ અંતર્ગત મામલતદાર કચેરી ડોલવણ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

*માહિતી બ્યુરો,તાપી તા.૦1* રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૦૧ થી ૦૮ ઓગસ્ટ દરમ્યાન "નારી વંદન ઉત્સવ - ૨૦૨૪"ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રથમ દિવસે તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે જિલ્લા કક્ષાની મહિલા સુરક્ષા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા સુરક્ષા રેલીને શ્રીમતી નિલમબેન શાહ- નગર પાલિકા ઉપપ્રમુખશ્રી, શ્રીમતી એન.એસ.ચૌધરી- વ્યારા પોલીસ સટેશન પી.એસ.આઇ., શ્રીમતી સુલોચના એસ. પટેલ- મહિલા બાળ અધિકારીશ્રી, અપેક્ષા દેસાઇ- કે.કે.કદમ કન્યા વિદ્યાલય પ્રિન્સિપાલશ્રી ઉપસ્થિત રહી પ્રસ્થાન કરવામાં આવી હતી.મહિલાઓની સુરક્ષાના નારાઓ સાથે રેલીમાં મોટી સંખ્યામાં શાળાની દિકરીઓ જોડાઇ હતી. 

આ ઉપરાંત મામલતદાર કચેરી ડોલવણ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ મહિલા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી ભાવનાબેન-ડોલવણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, શ્રીમતી વાસતીબેન -જિલ્લા પંચાયત સભ્યશ્રી, શ્રીમતી સુલોચના એસ. પટેલ- મહિલા બાળ અધિકારીશ્રી, શ્રીમતી કુમુદબેન, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા કચેરી હસ્તક કાર્યરત યોજનાઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભ્યમ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો વિશે વિસ્તૃત માહીતી પુરી પાડવામાં આવી હતી.

૧૮૧ મહિલા અભયમના કાઉન્સેલર દ્વારા ૧૮૧ વિશે માહીતી પુરી પાડેલ વ્હાલી દિકરીના મંજુરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.આ સાથે ઉપસ્થિત સૌને યોજનાકીય પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સેમિનારમાં ગ્રામ્ય કક્ષાની મહિલાઓએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Comments