Skip to main content

Featured

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

Surat |Kadodara: કડોદરા નગરપાલિકા ખાતેથી ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારની આગેવાનીમાં તિરંગાયાત્રા યોજાઈઃ

 Surat |Kadodara: કડોદરા નગરપાલિકા ખાતેથી ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારની આગેવાનીમાં તિરંગાયાત્રા યોજાઈઃ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં હર ઘર તિંરગા અભિયાન હેઠળ ઘરે ઘર તિંરગો લહેરાવવાનો અનુરોધ કર્યો છે ત્યારે આજરોજ બારડોલી તાલુકાના કડોદરા નગરપાલિકા ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી. આ અવસરે કડોદરા નગર સંગઠન પ્રમુખ મોહનભાઈ પટેલ,  કારોબારી અધ્યક્ષ અને કોર્પોરેટર શ્રી અંકુરભાઈ દેસાઈ, સંગઠનના હોદ્દેદારો  તેમજ પ્રાંત અધિકારી, કડોદરા નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી શાહ, શાળાના વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.




કડોદરા નગરપાલિકા ખાતેથી ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારની આગેવાનીમાં તિરંગાયાત્રા યોજાઈઃ ---------- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ...

Posted by Information Surat GoG on Saturday, August 10, 2024

Comments