Skip to main content

Featured

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

Khergam|Shamla faliya school : ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.


તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.









Comments