Search This Blog
Surat,chauryasi,Mangrol,kamarej, palsana,bardoli,Olpad, Mandvi, Mahuva,Umarpada, Vyara, songadh, Valod, kukarmunda,Nizar, Uchchhal, Dolvan latest news on blog
Featured
- Get link
- X
- Other Apps
તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન,ચેસ,યોગાસનતથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ
તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન,ચેસ,યોગાસનતથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ
*જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ૩૩૬ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી*
*વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાએ તાપી જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે*
-
*માહિતી બ્યુરો,તાપી તા.૧૭* સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી દ્વારા નેશનલ સ્કૂલ ગેમ્સ-૨૦૨૪ અંતર્ગત તાજેતરમાં તાપી જિલ્લાની વિવિધ શાળઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન,ચેસ,યોગાસન તથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં શ્રી.ખુમા ગાંધી પ્રાથમિક શાળા વ્યારા ખાતે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૮૩ ખેલાડીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. જિલ્લા કક્ષા યોગાસન સ્પર્ધા શ્રી.કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે યોજાય હતી જેમા ૪૫ ખેલાડીઓ,જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા જે.બી.એન્ડ સાર્વજનિક હાઇસ્કુલ વ્યારા ખાતે યોજાય હતી જેમાં ૧૦૭ ખેલાડીઓ સ્વીમીંગ સ્પર્ધાનું આયોજન રમત સંકુલ વ્યારા ખાતે યોજાય હતી જેમાં ૧૦૧ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.
આ વિવિધ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી અને શાળાના આચાર્યશ્રીઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી તાપી જિલ્લા વહિવટીતંત્ર વતી જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
*તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન,ચેસ,યોગાસનતથા સ્વીમિંગ સ્પર્ધા યોજાઇ* - *જિલ્લા કક્ષાની વિવિધ...
Posted by Info Tapi GoG on Saturday, August 17, 2024
- Get link
- X
- Other Apps
Popular Posts
સુરત: કેપ્ટન મીરા દવે પતિ સિદ્ધાર્થ સાથે કારગિલ યુદ્ધના વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા હેતુસર સુરતથી કારગિલ અને પરત સુરત સુધી ૫૦૦૦ કિ.મી. ની માર્ગ યાત્રા કરશે
- Get link
- X
- Other Apps
માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા
- Get link
- X
- Other Apps


Comments
Post a Comment