Skip to main content

Featured

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

સુરત:આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ

   સુરત:આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ


આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

            બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ  કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

                બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.



આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક...

Posted by Information Surat GoG on Friday, July 12, 2024

Comments