Search This Blog
Surat,chauryasi,Mangrol,kamarej, palsana,bardoli,Olpad, Mandvi, Mahuva,Umarpada, Vyara, songadh, Valod, kukarmunda,Nizar, Uchchhal, Dolvan latest news on blog
Featured
- Get link
- X
- Other Apps
Surat: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ
Surat: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ
મે મહિના દરમિયાન ૪ બાળશ્રમિક અને ૩ તરૂણશ્રમિકોનું પુનર્વસન
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં મે માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુનર્વસન થાય તેમજ બાળમજૂરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. જોખમી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા બાળશ્રમિકોને રેસ્ક્યુ કરવા પર ભાર મૂકી બાળકો, તરૂણોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત એચ.એસ ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, મે મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ, કરખાનાઓમાં ૩ રેડ કરાઈ હતી, જેમાં ૪ બાળશ્રમિક અને ૩ તરૂણ શ્રમિકો માલૂમ પડ્યા હતા. જેમના પુનર્વસનની કામગીરી કરવામાં આવી છે. આ બાળકો બિહારના હોવાથી બિહારમાં રહેતા તેમના માતાપિતાને સુરત બોલાવી બાળકો સાથે માતાપિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં બાળક ફરી વાર બાળમજૂરીના દલદલમાં ન ફસાય એ માટે સમજણ આપવામાં આવી છે. માલૂમ પડેલ બાળશ્રમિક જગ્યાના માલિક સામે એફઆરઆઈ કરવામાં આવી હતી. નિયમનની ૩ નોટિસ આપવામાં આવી એમ મદદનીશ શ્રમ આયુકતશ્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિજ્ઞેશ ચૌધરી, નાયબ જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી વજેસિંગ વસાવા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મુકેશ એન. ગામીત સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ -------- મે મહિના દરમિયાન ૪...
Posted by Information Surat GoG on Friday, June 28, 2024
- Get link
- X
- Other Apps
Popular Posts
સુરત: કેપ્ટન મીરા દવે પતિ સિદ્ધાર્થ સાથે કારગિલ યુદ્ધના વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા હેતુસર સુરતથી કારગિલ અને પરત સુરત સુધી ૫૦૦૦ કિ.મી. ની માર્ગ યાત્રા કરશે
- Get link
- X
- Other Apps
પગ વડે ઉત્તરો લખનાર દિવ્યાંગ વિદ્યાર્થીએ ધોરણ-૧૨ની પરીક્ષામાં ડિસ્ટિંક્શન ગુણ મેળવ્યા
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment