Skip to main content

Featured

તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત

  તાપી જિલ્લાનું ગૌરવ: ઉચ્છલ તાલુકાના તાલુકા શાળાનાં મુખ્યશિક્ષકશ્રી અરવિંદભાઈ ગામીત શ્રી અરવિંદભાઈ ગામીતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. તાપી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર હંમેશાં પ્રગતિશીલ રહ્યું છે અને તેમાં મહાન ભૂમિકા નિભાવનાર એક પ્રભાવશાળી શૈક્ષણિક યોદ્ધા છે—શ્રી અરવિંદભાઈ ગામીત. વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અરવિંદભાઈએ શિક્ષણ ક્ષેત્રે અવિરત પરિશ્રમ અને સમર્પણથી અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે. શૈક્ષણિક સફરનો પ્રારંભ શ્રી અરવિંદભાઈ ગામીતની પ્રથમ નિમણૂક 1993માં તાપી જિલ્લાના નિઝર (હાલ કુકરમુંડા) તાલુકાની પિશાવર પ્રાથમિક શાળામાં થઈ હતી. તે સમયે શાળામાં માત્ર ધોરણ 1 થી 4 ની વર્ગશાળા હતી અને તેઓ એકમાત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘણી પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા. શૈક્ષણિક વિકાસ અને ભૂમિકા 1998માં તેઓ ઉચ્છલ તાલુકામાં બદલી પામ્યા, જ્યાં તેમણે શિક્ષણક્ષેત્રે વધુ સુધારા અને નવાચર લાવ્યા. તેમના શૈક્ષણિક પ્રભા...

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

  ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું લોકાર્પણ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ

વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના '૭૫માં વન મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

            આ પ્રસંગે વનમંત્રીશ્રીએ દરિયાકિનારે વસેલા નાનકડા ગામ લવાછામાં સમગ્ર તાલુકાની પ્રથમ પંચવટીના નિર્માણ માટે ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી, તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું 'એક પેડ માં કે નામ' અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકોનું યોગદાન જરૂરી છે. ગ્રામજનોને જન્મદિવસ કે અન્ય શુભ દિવસે એક છોડ વાવવા તેમજ અન્યોને પણ એમ કરવા પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. સામાન્ય દીવાસળીની લઈ ઘરના નિર્માણમાં બહોળા પ્રમાણમાં ઉપયોગી થતા લાકડાનું મહત્વ સમજાવી ગામના તળાવો, અમૃત્ત સરોવરની આજુબાજુની કે અન્ય ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવવા સ્થાનિક તંત્રને હિમાયત કરી હતી. 

           રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાુર વધારીને ગુજરાતની ધરતીને વધુ હરિયાળી બનાવવાના ઉત્સવ- ‘વન મહોત્સવ’માં સહભાગી થઇ ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા અનુરોધ કર્યો હતો. 

            આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષણ ડૉ.કે.શશી કુમારે વન વિભાગ સાથે સંકલન સાધી સ્થાનિકો દ્વારા કરાયેલા ‘પંચવટી વિકાસ કેન્દ્ર’ના નિર્માણના સહિયારા પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમણે ગ્રામજનોને વન વિભાગની દરેક યોજનાઓનો મહત્તમ લાભ લઇ ઘર, શાળા કે અન્ય ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.  

           આ પ્રસંગે તા.પં. પ્રમુખશ્રી નીતાબેન પટેલ, તા.પં. ઉપપ્રમુખશ્રી કિરણભાઈ પટેલ, તા.પં. કારોબારી અધ્યક્ષશ્રી જયેશભાઈ પટેલ, નાયબ વનસંરક્ષક શ્રી આનંદ કુમાર, નાયબ વનસંરક્ષક(સામાજિક વનીકરણ) શ્રી સચિન ગુપ્તા,વન અધિકારી શ્રીમતિ સુધાબેન ચૌધરી તા. સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશ પટેલ, સરપંચશ્રી ટીનાબેન રાઠોડ, ઉપસરપંચશ્રી અશોકભાઈ પટેલ,  સહિત વનવિભાગના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત ----------- ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા...

Posted by Information Surat GoG on Sunday, June 30, 2024

Comments