Search This Blog
Surat,chauryasi,Mangrol,kamarej, palsana,bardoli,Olpad, Mandvi, Mahuva,Umarpada, Vyara, songadh, Valod, kukarmunda,Nizar, Uchchhal, Dolvan latest news on blog
Featured
- Get link
- X
- Other Apps
Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.
Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.
મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.
પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે. તેમજ તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી.
તેમની દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌરવની પળ તો ખરી જ(ગામ ગાંગડીયા અને પરિવારે) સાચી મદદ પણ કરી છે. સાથે સમાજની વિરાસત સર્જવામાં આપનું યોગદાન સદૈવ સુવર્ણ અક્ષરે લખાશે.
સમાજને માટે ભામાશા બની, ઉદાર હાથે કરેલા બહુમુલ્ય યોગદાનને મુલ્યમાં આંકી શકાય એમ નથી.
ધોડિયા સમાજ ભવન નિર્માણ કાર્ય માટે આપવામાં આવેલ દાન માટે ધોડિયા સમાજ મંડળ વતી મુકેશભાઈ મહેતાએ દીકરી હેતા અને તેમના પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.
- Get link
- X
- Other Apps
Popular Posts
સુરત: કેપ્ટન મીરા દવે પતિ સિદ્ધાર્થ સાથે કારગિલ યુદ્ધના વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા હેતુસર સુરતથી કારગિલ અને પરત સુરત સુધી ૫૦૦૦ કિ.મી. ની માર્ગ યાત્રા કરશે
- Get link
- X
- Other Apps
માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment