Skip to main content

Featured

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

 Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મ

ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ :

   ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ :

ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર કોલ કરવો - શ્રી યશપાલ જગાણીયા 

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૪:  ટેક્નોલોજીના આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર થતા હોય છે. જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઇ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઇન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ હતી. 


જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર તુરંત કોલ કરવા જણાવ્યું છે. 

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ 'પ્રેસ મિટ'માં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, આજના ટેક્નોલોજીના યુગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લોકો સાથે સાઇબર ફ્રોડ થતાં હોય છે. જે અંગેની ફરિયાદ ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે.


સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન ૫૦ હજારથી વધુ અલગ અલગ ઓનલાઇન ફ્રોડ થયાની ફરિયાદો ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર નોંધાઇ છે. જેમાં ૧૧૦ કરોડથી વધુની રકમ ફ્રિઝ કરવામાં આવી છે. જે કોર્ટ હુકમ બાદ લોકોને પરત કરવામાં આવશે.  

ડાંગ જિલ્લામાં પણ છેલ્લા છ મહિના દરમિયાન ૨૦૦થી વધુ અલગ અલગ ઓનલાઇન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઇ છે. જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે. 

ઓનલાઇન ફ્રોડ અલગ અલગ રીતે થાય છે. જેમાં આઇડેન્ટીટી ફ્રોડ, ક્રેડિટ-ડેબીટ કાર્ટ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, જુદી જુદી કંપનીઓ દ્વારા લોન આપવા અંગે ફ્રોડ, રેલવે-બસ-હોટેલ ટિકિટ બુંકિગ, બેંન્કિગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, ફેક એકાઉન્ટના નામે ફ્રોડ, ઓનલાઇન વિડીયો કોલિંગ ફ્રોડ, કેવાયસી ફ્રોડ, જેવા અલગ અલગ પ્રકારના ફ્રોડ થાય છે. આ પ્રકારના ફ્રોડ થાય તો તુંરત ૧૯૩૦ પર કોલ કરવા, તેમજ અજાણી લિંન્ક પર ક્લિક કરવું નહિં તેમ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું. 

Comments